‘મેન્સ ડે’ : પુરૂષોના દુઃખની કહાની જણાવતો વીડિયો થયો વાયરલ


19મી નવેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ તરીકે ઓળખાય છે. વર્ષ 1992થી 19 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય મેન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. માનવમાં આવે છે કે આ દિવસે પુરૂષોનું મહત્વ વધારે હોય. નવાઇની વાત તો એ છે કે, જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય છે ત્યારે ઠેરઠેર મહિલાઓના સાહસની વાતો ઉજાગર કરતા કાર્યક્રમો રાખીને મહિલા દિવસને ઉજવવામાં આવે છે. પરંતુ તમે ભાગ્યે જ જોયું હશે કે ક્યાંક પુરૂષ દિવસ ઉજવાયો હશે.

આજે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ નિમિત્તે યુટ્યુબ ઉપર એક વીડિયો આવ્યો છે જે ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં પત્નીથી પીડિતા પુરૂષોએ પોતાના દુઃખોને વ્યક્ત કરતું એક ગીત બતાવ્યું છે. આ ગીત સોસિયલ મીડિયા ઉપર ખુબ જ લોકપ્રિય થયું છે. આ વીડિયોએ તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ધમાલ મચાવી છે.


Post a Comment

0 Comments