-અમદાવાદમાં સૌ પ્રથમ શો જ્યાં યોજાવાનો છે તે સ્થળની મુલાકાત લઈ કર્યુ નિરીક્ષણ
અમદાવાદ: દેશમાં આજકાલ કોમેડી કપિલ તરીકે અને કપિલ કોમેડી તરીકે ઓળખાય છે. કપિલનો શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' આજે દેશના ઘર ઘરમાં જાણિતો અને માનિતો બની ચૂક્યો છે. તેના તકીયાકલામ 'બાબાજી કા ઠુલ્લુ'ની ખ્યાતી તો વિદેશો સુધી પહોંચી ચૂકી છે. ભલભલા ફિલ્મ સ્ટારોએ પોતાની ફિલ્મના પ્રમોશન અર્થે કપિલના હાસ્ય દરબારે માથુ ટેકવું પડે છે. આવો કોમેડીકિંગ કપિલ શર્મા આજે અમદાવાદનો મહેમાન બન્યો છે.
સાંજે કર્ણાવતી ક્લબમાં યોજાનારા લાફ્ટર શો માટે કપિલ શર્મા બપોરે અમદાવાદ આવી પહોંચ્યો હતો. કપિલના શો માટે કર્ણાવતી ક્લબમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કપિલે અમદાવાદમાં આવીને સૌ પહેલા તેનો શો જ્યાં યોજાવાનો છે તે સ્થળની મુલાકાત લઈને સ્થળનું નિરીક્ષણ કર્યુ હતુ. હવે રિહર્સલ બાદ સાંજે અમદાવાદીઓને પોતાની આગવી સ્ટાઈલમાં હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.

કપિલના અમદાવાદમાં આગમન અને તેના શોની તૈયારીઓની Exclusive તસવીરો જોવા આગળ ક્લિક કરતા જાઓ...
0 Comments