E-Biz ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાશે તમામ સરકારી સેવાઓ

All Government Services To Integrate E-Biz Online Platform
ઈઝ ઓફ બિઝનેસ માટે સરકારની મોટી પહેલ જલ્દી અમલમાં મુકાશે. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલય દેશમાં કારોબારને સરળ બનાવવા માટે જલ્દી કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ સેવાઓને ઈ-બિઝ પ્લેટફોર્મ સાથે જોડશે. મંત્રાલયના એક શીર્ષ અધિકારીએ આ જાણકારી આપી છે.
ઈ-બિઝ પ્લેટફોર્મ સાથે જોડાશે કેન્દ્રની ૧૪ સેવાઓ
ઈ-બિઝ પોર્ટલ માધ્યમથી દેશમાં રોકાણના પ્રસ્તાવો પર બધી રીતની મંજુરી મેળવી શકાશે. DIPP સચિવ અમિતાભ કાંતે એક કાર્યક્રમમાં કહ્યું કે એક ઈ-બિઝ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેમાં અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સેવાઓને જોડવામાં આવશે. અત્યાર સુધી ભારત સરકારની ૧૪ સેવાઓને આનાથી જોડવામાં આવી છે.
ભારતના કારોબારને અનુકુળ બનાવવાની તૈયારી
તેમણે કહ્યું કે, ‘આવનારા દિવસોમાં કેન્દ્ર તેમજ રાજ્યની બધી સેવાઓને જોડી દેવામાં આવશે જેથી એક જ દસ્તાવેજ હોય અને એક જ જગ્યાએથી બધી ચુકવણી કરી શકાય. આનાથી દેશના કારોબારને સરળ બનાવવામાં મદદ મળશે. ભારત કારોબારના અનુકુળ દેશોની યાદીમાં ૧૪૨માં સ્થાન પર છે. સરકાર દેશને આ યાદીમાં ટોપ ૫૦ દેશોમાં પહોચાડવાના પ્રયત્નો કરી રહી છે. DIPPએ વીતેલા એક વર્ષમાં ઘણી પહેલ કરી છે, જેથી ભારતના કારોબારની સુગમતા વધારો કરી શકાય.

Post a Comment

0 Comments