Flower Show 2020 Ahmedabad

Ahmedabad Opens 🌸🌺🌻🌹🌷🌼💐 Dates : 4th January to 19th January 2020 📅

Timing: 12 PM to 9 PM (4th Jan) and 10 AM to 9 PM (5th to 19th Jan) ⏰

Entry Fees (Tickets):💰 ₹20 (Monday to Friday) (Age: 12+ Years) 💰. ₹50 (Saturday & Sunday) (Age: 3+ Years)💰. FREE Entry for Senior Citizens (Monday to Friday)💰 📍 Location :  Flower Garden, Close to Riverfront Event Center, Sabarmati Riverfront, Behind Tagore Hall, Paldi, Ahmedabad 📍

Entrance Gates :
Gate No.1: Flower Garden, Near Ellisbridge 
Gate No.4: Event Center Ground












મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આયોજિત ‘ફ્લાવર શૉ 2020’ નો પ્રારંભ કરાવ્યો હતો. આ ફ્લાવર શૉ 19 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. ફ્લાવર શૉ ના મુખ્ય આકર્ષણોમાં આ વખતે ગાંધીજીની 150 મી જન્મજ્યંતિ ઉજવણી અંતર્ગત ગાંધીજીના જીવનચરિત્રની ઝાંખી કરાવતા વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. મેલેરિયા જાગૃતિ અભિયાન અંતર્ગત એડિસ મચ્છરની લાઇફ સાયકલ અને તેના ઉત્પત્તિ સ્થળોની પ્રતિકૃતિઓ, સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ તેમજ વિવિધ આયુર્વેદિક વનસ્પતિઓની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. 88,500 ચો.મી.જેટલી વિશાળ જગ્યામાં આયોજિત આ ફ્લાવર શૉ માં ઓર્કિડ, રેનેક્યુલસ, લીલીયમ, પીટુનિયા, ડાયન્થસ જેવા જુદી-જુદી વેરાયટીના 750 થી વધુ જાતોના 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફુલ-છોડની પ્રદર્શની, વિવિધ ફુલોમાંથી બનાવેલ મોરની પ્રતિકૃતિ સાથેનો આકર્ષક પ્રવેશ દ્વાર, ગ્રીન અમદાવાદની થીમને સાર્થક કરતી 200 ફૂટ લાંબી ગ્રીન વોલ, સ્પોર્ટ્સ થીમ પર વિવિધ રમત-ગમતના સ્કલ્પચર તેમજ ફાયર વિભાગના જુદા-જુદા સાધનોને ફુલોથી શણગારી તેનું પ્રદર્શન પણ આ ફ્લોવાર શૉ માં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી બચાવવાનો સંદેશ આપતા સ્કલ્પચર અને રી-યુઝ થીમ આધારિત જૂના ટાયરમાંથી બનાવેલ ફ્લાવર વોલ, અશોક સ્તંભની પ્રતિકૃતિ, બટર ફ્લાય ડિઝાઇન ઘરાવતી બેઠક વ્યવસ્થા, હિપ્પોપોટેમસ અને ડ્રેગન જેવા વિશાળકાય પ્રાણીઓના સ્કલ્પચર, મુલાકાતીઓમાં માટે વિવિધ થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ્સ અને વોલ પણ ફ્લાવર શોમાં મુકવામાં આવ્યા છે. #Ahmedabad #AhmedabadNews 

Post a Comment

0 Comments